ગુજરાતના રાજકારણમાં નિવૃત્ત અધિકારીઓનો ભાજપ તરફી ઝુકાવ સતત વધી રહ્યો છે. રાજ્યના વધુ એક નિવૃત્ત IPS અધિકારી મનોજ નિનામા આજે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. હજુ બે દિવસ પહેલા જ તેમનું રાજીનામું મંજૂર થયું છે અને હવે તેઓ ખાખી છોડીને કેસરીયો ધારણ કરી જનસેવાના નવા પથ પર આગળ વધશે.

મંત્રી પી.સી. બરંડાની હાજરીમાં શામળાજી ખાતે ભવ્ય કાર્યક્રમ

પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે આજે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી પી.સી. બરંડાની ગરિમામય હાજરીમાં મનોજ નિનામા ભાજપનો ખેસ પહેરશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો અને સમર્થકો પણ હાજર રહી નિવૃત્ત IPSનું સ્વાગત કરશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બની શકે છે ઉમેદવાર

રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, મનોજ નિનામા માત્ર પક્ષમાં જોડાવા પૂરતા મર્યાદિત નહીં રહે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ તેમને મેદાનમાં ઉતારી શકે છે. એવી પ્રબળ શક્યતા છે કે તેઓ જિલ્લા પંચાયતની બેઠક પરથી ઉમેદવારી નોંધાવે. એક શિસ્તબદ્ધ પોલીસ અધિકારી તરીકેની તેમની છબીનો પક્ષને ચૂંટણીમાં મોટો લાભ મળી શકે છે.

આ પણ વાંચો: Vav-Tharad: ઢીમા ગામમાં કોન્ટ્રાક્ટરની મનમાની, રસ્તા વચ્ચે પથ્થરોનો ખડકલો કરી રોડ બ્લોક કરતા ST બસ અટવાઈ