મેઘરજ : મેઘરજ તાલુકાના શણગાલ ગામનીસીમના ગૌચરમાંથી એક 70 વર્ષની મહિલાની લાશ ગત શનિવારે મળી આવતા પંથકમાં ચકચાર વ્યાપી ગઈ છે. મૃતક મહિલા નજીકના શાંતિપુરા ગામની રાજુબેન સોમાભાઈ ખરાડી હોવાનું બહાર આવેલ છે. લાશ મળ્યાની જાણ થતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. આ ઘટનાની જાણ રાજસ્થાનના ઝાલણ, તા. બીછીવાડા ગામના ફ્તેલાલ મંગળાભાઈ ભગોરાએ ટીટોઈ પોલીસ સ્ટેશનને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલી એ. ડી. દાખલ કરી તપાસ હાથ ધરી છે. વૃધ્ધ મહિલાનું મોત કયા સંજોગોમાં થયું તે તો પોલીસ તપાસ પછી જ બહાર આવશે.

Vadodara: વડુની શાળામાં વીજ સલામતી, ઊર્જા બચત અંગે જાગૃતિ કાર્યક્રમ









