અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા ઓડ ગામે તળાવમાં ડૂબી જવાથી વિવેકભાઈ કિરીટભાઇ મનાત નામના એક 12 વર્ષના બાળકનું મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. વધુમાં મળતી માહિતી મુજબ, શનિવારે નમતી બપોરના સમયે એક 12 વર્ષનો બાળક ભેંસ ચરાવવા ગયો હતો. દરમિયાન કોઈ કારણોસર તે તળાવમાં ડૂબી ગયો હતો. બનાવની જાણ થતાં વહેલી સવારે મોડાસા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકની શોધખોળ માટે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. મોડાસા ફાયર ટીમે ભારે જહેમત બાદ બાળકનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢયો હતો. ત્યારબાદ મૃતદેહને પીએમ માટે શામળાજી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે ઓડ ગામમાં શોકનો માહોલ છવાયો છે. શામળાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો