અરવલ્લી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ અને અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે 11મો વહીવટી ગુણવત્તા સેમિનાર ધોલવાણી હાઈસ્કૂલ ખાતે આર.જી. બારોટ કોલેજ કેમ્પસના ટ્રસ્ટી, રાજ્ય વહીવટી સંઘના પ્રમુખ અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સદસ્ય, જિલ્લા શિક્ષણાધિકારી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સેમિનારમાં જિલ્લાની શાળાઓના વહીવટી કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વહીવટી માર્ગદર્શન મેળવ્યું હતું.


વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ અરવલ્લી જિલ્લા વહીવટી સંઘનો 11મો વહીવટી ગુણવત્તા સેમિનાર ધોલવાણી હાઈસ્કૂલ ખાતે આર.જી.બારોટ કોલેજ કેમ્પસના ટ્રસ્ટી કીર્તિકુમાર બારોટ, રાજ્ય વહીવટી સંઘના પ્રમુખ મિતેષભાઈ મોદી, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સદસ્ય વિનોદભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધીકારી ર્ડા. ઉષાબેન ગામીત, સંચાલક મંડળના પ્રમુખ મહેન્દ્ર પટેલ, આચાર્ય સંઘના પ્રમુખ એન.ડી.પટેલ, રાજ્ય વહીવટી સંઘના ઉપાદયક્ષ પ્રવિણસિંહ રાણા, મહીસાગર જિલ્લાના પ્રમુખ ડી.એન.રાઠોડ, પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પટેલ, અક્ષરમ મોટર્સના માલિક આનંદકુમાર પટેલ ,રાજ્ય મંડળના પંકજ રાજગુરુ, કમલેશભાઈ પટેલ,ડી.બી.ડાભી,લલિતભાઈ સુથાર,શાળા મંડળના ટ્રસ્ટી વિનોદરાય જોષી સહિતની ઉપસ્થિતિમાં ઉઘ્દાટન કરાયું હતું. જિલ્લા વહીવટી સંઘના પ્રમુખ કૌશિકભાઈ સોનીએ સ્વાગત કર્યું હતું. જિલ્લા શિક્ષણાધીકારી કચેરીના ઇ.આઈ દશરથભાઈ નિનામાં, જયેશભાઇ પટેલ અને મદદ.શિક્ષણ નિરીક્ષક જ્યેન્દ્રભાઇ ભટ્ટ દ્વારા પીપીટી માધ્યમથી વહીવટી કર્મચારીઓને વહીવટી માર્ગદર્શન આપ્યું હતું. નિવૃત થયેલા હોદ્દેદાર નારાયણભાઈ પટેલનું શાલ, મોમેન્ટો આપી વિશિષ્ટ સન્માન કરાયું હતું. સમગ્ર સેમિનારને સફ્ળ બનાવવા પ્રમુખ કૌશિકભાઈ સોની, કનુભાઈ પટેલ, મણિલાલ પટેલ, મહેશભાઈ પટેલ, નારાયણદાસ પટેલ, અર્જુનસિંહ ઝાલા ,જગદીશભાઈ પ્રજાપતિ,રાજેન્દ્રભાઇ પટેલ સહિત સંઘના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે જિલ્લાની શાળાઓના નિવૃત વહીવટી કર્મચારીનું સન્માન કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: