બાયડ : અરવલ્લી જિલ્લાના બાયડના વતની અને શિક્ષક મોહિનખાન અહેમદખાન બલોચની ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના કારોબારી સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે. તેઓ છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે જોડાઈ સંગઠનાત્મક અને સામાજિક ક્ષેત્રે સક્રિય છે. તેમની આ વરણીથી પરિવારજનો અને શુભેચ્છકોમાં આનંદની લાગણી પ્રસરી છે.
