દર વર્ષે શિયાળાની ઋતુમાં સાઈબેરીયા અને યુરોપથી હજારો કિલોમીટરનો આકાશમાં પ્રવાસ ખેડીને વિદેશી પક્ષીઓ ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમ ખાતે મહેમાનગતી માણતા હોય છે. આ વર્ષે બે દિવસીય પક્ષી મોજણી યોજવામાં આવી હતી. જેમાં સ્થાનિક અને વિદેશી પક્ષીઓની નોંધણી કરવામાં આવી હતી. લબ્ધિ વિક્રમ જનસેવા ટ્રસ્ટના સહયોગથી સાબરકાંઠા વન વિભાગ, આદમ નેચર રિટ્રીટ અને પ્રણીધિ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા.7 અને તા. 8 માર્ચ એમ બે દિવસીય પક્ષી મોજણીમાં દેશ- વિદેશના પક્ષીઓની નોંધણી કરવામાં આવી હતી. ધરોઈ ડેમ ખાતે રંગબેરંગી દેશી- વિદેશી પક્ષીઓનો જમાવડો જોઈને પક્ષીવિદો પણ આનંદમાં ગરકાવ થઈ ગયા હતા. આકાશમાં દિશા નક્કી કરી હજારો કિમીનો પ્રવાસ ખેડતા પક્ષીઓ જાણકારોના મતે પક્ષીઓની અલગ જ દુનિયા છે. વિશ્વભરમાં વિવિધ પ્રજાતિના અગણિત પક્ષીઓ અસ્તિત્વ ધરાવે છે. કેટલાય પક્ષીઓની પ્રજાતિ એવી છે જેને આપણે ક્યારેય જોઈ નથી. પરંતુ આકાશમાં દિશા નક્કી કરી હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડતા દૂર્લભ અને જવલ્લે જ જોવા મળતા પક્ષીઓ વિશે અભ્યાસ થતા હોય છે. સાઈબેરીયા અને યુરોપથી શિયાળાની ઋતુમાં યાયાવર પક્ષીઓ આકાશમાં લાંબો પ્રવાસ ખેડી ગુજરાત પરથી પસાર થાય છે. તેમનો પાછા ફરવાનો સમય રિટર્ન માઈગ્રેશન કહેવાય છે. હાલમાં તેમના વતન ભણી પરત ફરવાના સમયે ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમ ખાતે પોરો ખાવા રોકાયા તે સમયે પક્ષી વિદો દ્વારા તેમની મોજણી કરવામાં આવી હતી.

Rajkot : બાબા બાગેશ્વરના દરબારમાં ધૂણવાની ઘટના મુદ્દે સીએમ, ગૃહવિભાગ અને કોર્ટમાં અરજી, ધીરેન્દ્ર શાસ્ત્રી સામે FIRની માગ









