અમદાવાદ ઉદેપુર ને.હા.48 પર શામળાજીની રતનપુર બોર્ડર પર વેણપુર ગામની સીમમાં આશીર્વાદ હોટલ ઉપર થોડા દિવસ અગાઉ રાત્રીના સુમારે ઘાતક હથિયારો સાથે હિંસક હુમલો કરનાર રોયલ ગેંગના મુખ્ય સૂત્રધાર જીતુ નિનામા સહિત ચાર આરોપીઓને શામળાજી પોલીસે દબોચી લઈ આ ગુન્હાના વધુ પાંચ આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પાંચ આરોપીઓમાંથી બે આરોપી સગીર હોવાનું જાણી પોલીસ ચોંકી ઉઠી હતી આરોપીઓમાં રાહુલ વિનોદ નિનામા (રહે,ચિત્રોડી-વિજયનગર), દીપક કાળુ બોડાત (રહે,હાથિયા-ભિલોડા), અર્જુન ભરત મેણાત (રહે,શામળપુર) તેમજ કાયદાના સંઘર્ષના આવેલા બે બાળ કિશોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો