અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોઇલા ગામમાં પતંગની ચાઇના દોરીએ એક સગીરનો જીવ લઈ લીધો છે. મોપેડ પર જઈ રહેલા 17 વર્ષીય તીર્થ પટેલનું ગળું ચાઇના દોરીમાં ફસાતા ગંભીર રીતે ગળું કપાઈ ગયું હતું જેથી તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
ચોઇલા ગામના બીજા સ્ટેન્ડ પાસેની ઘટના
આ દુર્ઘટના ચોઇલા ગામના બીજા સ્ટેન્ડ પાસે બની હતી. તીર્થ પટેલ મોપેડ લઈને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક પતંગની ચાઇના દોરી તેના ગળામાં ભરાઈ ગઈ હતી, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં પડી ગયો હતો.













