તાલુકા ગ્રામ્યમાં અઠવાડિયા પહેલો વાવણીલાયક વરસાદ થતાં સમગ્ર તાલુકામાં મોટાભાગના ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવણી પણ કરી દીધી હતી અને તાલુકામાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડી જશો ખેડૂતોને સારા વરસાદની આશા પણ બંધાઈ હતી. પરંતુ છેલ્લા 8 દિવસથી મેઘરજ તાલુકામાં વરસાદના થતો તાલુકાનો ખેડૂત ચિંતિત બની ગયો છે અને મોંઘુદાટ બિયારણ તથા ખાતર માથે તો નહિ પડે ને તેની ચિંતા કરી રહ્યો છે. ત્યારે મેઘરજ ગામના યુવાનોએ જુના બજાર વિસ્તારમાં રવિવારે વરૂણદેવને રીઝવવા માટે નવચંડી યજ્ઞનું આયોજન કર્યું હતું.જેમાં શાસ્ત્ર્રી ઉપેન્દ્રભાઈ પંડયા સહિતના ભુદેવો દ્વારા સમગ્ર દિવસ પૂજા તથા મંત્રોચ્ચાર પછી સાંજે 5 વાગે શ્રીફ્ળ હોમવામાં આવ્યુ હતું. આ પ્રસંગે મોટીસંખ્યામાં ભાવિકોએ હાજર રહી દર્શન તથા આરતીનો લાભ લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો