તાજપુર કેમ્પથી કેમ્પ ગામ થઈને ચેખલા મોડાસા તરફ્ના માર્ગ રાત દિવસ અસંખ્ય વાહનો અવરજવર કરે છે. ત્યારે તાજપુર કેમ્પથી શરૂ થતા આ રોડ ઉપર ગોળા બાવળ અને બિન ઉપયોગી વનસ્પતિ અડધા રોડ ઉપર આવી ગયેલ છે જેના કારણે આમ એક માર્ગીય રસ્તો વધુ ને વધુ સોકરો બની ગયેલ છે ખાસ કરીને આ રોડ ઉપર આવેલા વળાંકો અને વનસ્પતિને કારણે નાના મોટા અકસ્માતો થતા રહે છે દિવાળીના દિવસો જ્યારે નજીક છે ત્યારે આ રસ્તા ઉપરના ઝાડી ઝાંખરાને હટાવીને વાહન ચાલકોને ભયમુક્ત બનાવવામાં આવે તો સૌને માટે આશીર્વાદરૂપ બની રહે તેમ છે. જેસીબી મશીનથી આ વનસ્પતિને હટાવવામાં ત્યારે આરએનબી કોઈ અધિકારી કે કર્મચારી હાજર રહેતા નથી. જેના કારણે આ રસ્તો થોડા જ દિવસોમાં હતો તેઓ જ બની જઈને ભયંકર બની જાય છે ખાસ કરીને વળાંકોની જગ્યાએ ખાસ તાત્કાલિક કામ કરવામાં આવે તેવી વાહન ચાલકો અને જનતાની અપેક્ષા છે.
