ગુજરાતની ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતના પ્રતીક સમાન અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થધામ શામળાજી મંદિરની સિદ્ધિઓમાં વધુ એક સુવર્ણ પીંછું ઉમેરાયું છે. અંદાજે 1500 વર્ષ જેટલો ભવ્ય ઇતિહાસ ધરાવતા આ પ્રાચીન મંદિરની સ્થાપત્ય કલા અને ધાર્મિક મહત્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લઈને પ્રતિષ્ઠિત વર્લ્ડ રેકોર્ડ ઓફ્ એક્સેલન્સમાં રજિસ્ટર કરવામાં આવ્યું છે.વર્લ્ડ રેકોર્ડ ઓફ્ એક્સેલન્સની જ્યુરી ટીમ દ્વારા મંદિરની ઐતિહાસિક વિશેષતા, અદ્દભુત સ્થાપત્ય અને તેની વિશિષ્ટ ઓળખ અંગે સંપૂર્ણ ચકાસણી અને વેરિફ્કિેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ તમામ માપદંડો પર ખરા ઉતર્યા બાદ મંદિરને આ વૈશ્વિક સન્માન માટે પસંદ કરવામાં આવ્યું છે.આ ગૌરવપૂર્ણ પ્રસંગે વર્લ્ડ રેકોર્ડ ઓફ્ એક્સેલન્સના વાઇસ પ્રેસિડેન્ટ સંજય પંજવાણીએ ખાસ શામળાજી મંદિરના પવિત્ર પ્રાંગણમાં ઉપસ્થિત રહીને આ વિશેષ સન્માન અર્પણ કર્યું હતું. મંદિર ટ્રસ્ટ વતી વાઇસ પ્રેસિડેન્ટ રણવીરસિંહજીએ આ સન્માનરૂપે સત્તાવાર સર્ટિફ્કિેટ સ્વીકાર્યું હતું. આગામી જાન્યુઆરી માસમાં નવી દિલ્હી ખાતે આવેલા ભારત મંડપમમાં આયોજિત થનારા એક ભવ્ય સમારોહમાં મંદિરને આ સિદ્ધિનું અંતિમ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. અરવલ્લી જિલ્લાની સાથે સમગ્ર ગુજરાતની આસ્થા અને સંસ્કૃતિનું કેન્દ્ર રહેલા શામળાજી મંદિરને મળેલી આ આંતરરાષ્ટ્રીય ઓળખથી રાજ્યના ધાર્મિક પ્રવાસન(Religious Tourism)ને નવો વેગ અને પ્રોત્સાહન મળશે. આ ઐતિહાસિક સિદ્ધિથી અરવલ્લી જિલ્લાવાસીઓ અને દેશ-વિદેશમાં વસતા લાખો શ્રદ્ધાળુઓમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ
