ચેઈન સ્નેચરો, ચોરી, લુંટ-ફાટને અંજામ આપતા અજાણ્યા ચોર ઈસમોને હવે જાણે કે, પોલીસ તંત્રનો કોઈ પણ પ્રકારનો ડર જ રહ્યો ન હોય તેમ મનફાવે તેમ તકનો લાભ ઉઠાવી ચોરીને અંજામ આપીને અજાણ્યા તસ્કરો પલભરમાં પલાયન થઈ રહ્યા છે.ભિલોડા તાલુકા મથકના જાગૃત ગ્રામજનો ચિંતાતુર થઈ રહ્યા છે.પોલીસ પેટ્રોલિંગ વધારવાની તાતી જરૂરિયાત છે. અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથકના હાર્દસમા ચૌધરી ચોક વિસ્તારમાં ગતરોજ સમી સાંજે હાઈ-સ્પીડ બાઈક પર આવેલા ચેઈન સ્નેચરોએ મહિલાના ગળામાંથી આશરે અઠી તોલા સોનાનું વજન ધરાવતી તુલસીની મગમાળા ખેંચીને અજાણ્યા તસ્કરો પલભરમાં પલાયન થઈ ગયા હતા.મહિલાઓમાં ભારે ફ્ફ્ડાટ ફેલાયો હતો. ભિલોડા ગામના રહેવાસી વૈશાલીબેન વશિષ્ઠભાઈ ત્રિવેદીના ગળામાંથી અંદાજીત રૂ.ત્રણ લાખની સોનાની તુલસીની મગમાળા પલભરમાં અજાણ્યા બાઈક પર સવાર ચેઈન સ્નેચરોએ ધ્વારા ખેંચાઈ જતા મહિલાઓમાં ભારે ફ્ફ્ડાટ ફેલાયો છે.મહિલાના માથાના ભાગે ઈજાઓ પહોંચી, મહિલાને સારવાર અર્થે પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.ભિલોડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ ભિલોડા ગ્રામ પંચાયત કચેરીના સી.સી.ટી.વી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી પરંતુ સી.સી.ટી.વી કેમેરા શોભાના ગાંઠીયા સમાન પુરવાર થઈ રહ્યા હોય તેમ પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ છે.ભિલોડા ગ્રામ પંચાયત કચેરીમાં આશરે 27 સી.સી.ટી.વી કેમેરા છે પરંતુ હાલમાં તો માત્ર 9 સી.સી.ટી.વી કેમેરા જ શરૂ છે.18 સી.સી.ટી.વી કેમેરા બંધ અવસ્થામાં શોભાના ગાંઠીયા સમાન પુરવાર થઈ રહ્યા છે. જાગૃત ગ્રામજનોએ જણાવ્યું કે, સી.સી.ટી.વી કેમેરા સત્વરે શરૂ કરવા જોઈએ તેવો સુર વ્યક્ત કર્યો હતો.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ









