ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ડોકિયું કરીએ તો અત્યારની સીઝનમાં શિયાળાની મોસમની વિદાયનો એહસાસ સાથે રાત્રી અને વહેલી સવારે હળવી ઠંડીનો ચમકારો જ્યારે ઉનાળાના આગમનના એહસાસ વચ્ચે બપોરે હળવા ઉનાળાનો તાપ પડવા લાગ્યો છે. જેથી ઉનાળાનું આગમન દસ્તક દઈ રહ્યું છે. ત્યાં જ મોસમના બદલાયેલા મિજાજ વચ્ચે પ્રકૃતિમાં પણ કેટલાક વૃક્ષો પાનખર અવસ્થાએ આવી જઈ નવી કૂંપળો સાથેના નવા કુણા કુણા પાન સાથેના તેમજ અવનવા ફૂલો સાથે વૃક્ષો નવો પોષાક ધારણ કરતા જોવા મળી રહ્યા છે. તેમાંય આ દેખાતી વૃક્ષની તસ્વીરમાં પાનખર બાદ નવા કલરફુલ લાલ કલરના ફૂલો સાથે વૃક્ષ શોભી રહ્યું છે. જે કુદરતી પ્રકૃતિના ફેરફારને બે ઘડીક જોવાનું મન થાય તેવું મનમોહક દ્રશ્ય ઉભું થયેલ જોવા મળે છે.

Gujarat Latest News live : રાજ્યમાં વરસાદની આગાહી









