અરવલ્લીના શામળાજી તાલુકાના શોભાયડા થી જનાલી સુધીનો મંજુર થયેલ રોડનું ડામરકામ સત્વરે કરવા લોકોમાં માગણી જોવા મળેલ છે. શામળાજી તાલુકાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકનો શોભાયડા-મોટીબેબાર ગામ પાસેથી જનાલી ગામ સુધી જતો માર્ગ ઉબડ-ખાબડ બની જતાં વાહનચાલકોને અવર-જવરમાં મોટી મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે આ માર્ગને રિસરફેસિંગ ડામરકામ માટે રોડ મંજુર થઈ ગયો છે તેમ છતાં આ માર્ગનું ડામરકામ ના કરાતાં વાહનચાલકોને દૈનિક અવરજવરમાં સમસ્યા થઈ રહી છે તો માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા સત્વરે આ માર્ગનું ડામરકામ ઝડપથી થાય અને લોકોને તેમજ વાહનચાલકોને ઉબડ-ખાબડ રોડથી છુટકારો મળી રહે તેવું લોકો ઇચ્છી રહ્યાનું જાણવા મળેલ છ.

Gujarat Weather: આગામી સાત દિવસ છુટાછવાયા વરસાદની આગાહી, ચોમાસાના કોઈ એંધાણ નહીં









