અરવલ્લી જિલ્લાની રમણીય ગિરીમાળાઓ સ્થિત યાત્રાધામ શામળાજીમાં બે દિવસીય શામળાજી મહોત્સવનો રંગેચગે શુભારંભ થયો હતો. નાગરિક પુરવઠા મંત્રી પી.સી.બરંડાના અધ્યક્ષસ્થાને શામળાજી મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. શામળાજી મહોત્સવના પ્રથમ દિવસે કૃષ્ણ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. કૃષ્ણલીલા, કૃષ્ણભક્તિ અને કૃષ્ણ ભજન ખાસ કલાકારો દ્વારા ભજવવામાં આવ્યા હતા. લોકપ્રિય સંગીતકાર ઓસમાણ મીરના દમદાર અવાજથી સમગ્ર શામળાજી મંદિર પરિસર કૃષ્ણમય બન્યું હતું અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. જ્યારે બીજા દિવસે ખ્યાતનામ કલાકાર કિંજલ દવેએ બધાને ભક્તિના રંગમાં રંગ્યા હતા. માનનીય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી પી.સી.બરંડાના અધ્યક્ષસ્થાને શામળાજી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. શામળાજી મહોત્સવના પ્રથમ દિવસે કૃષ્ણ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. કૃષ્ણલીલા, કૃષ્ણભક્તિ અને કૃષ્ણ ભજન ખાસ કલાકારો દ્વારા ભજવવામાં આવ્યા હતા. લોકપ્રિય સંગીતકાર ઓસમાણ મીરના દમદાર અવાજથી સમગ્ર શામળાજી મંદિર પરિસર કૃષ્ણમય બન્યું હતું અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. મહોત્સવમાં કલેક્ટર પ્રશસ્તિ પરીક, જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ,નિવાસી અધિકારી કલેકટર ડી.વી.મકવાણા, સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ તથા મંદિર ટ્રસ્ટના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

Ahmedabad: પાખંડી આસારામના આશ્રમ પર વહીવટી તંત્રનું બુલડોઝર ફર્યું, ગેટ પાસે ગેરકાયદે બાંધકામ તોડી પડાયું









