અરવલ્લી જિલ્લામાં ખરીફ્ સિઝનની મગફ્ળીનો પાક તૈયાર થવા આવતાં ખેડૂતોએ જમીનમાંથી મગફ્ળી કાઢવાની શરૂઆત કરી છે ત્યારે છેલ્લા બે દિવસથી સવારના સમયે વાદળછાયું વાતાવરણ જોવા મળતા વરસાદની ભીતિથી ખેડૂતો ચિંતિત જણાય છે. અરવલ્લી જિલ્લાના વિવિધ ગ્રામ્યવિસ્તારોમાં ખરીફ્ સીઝનની મગફ્ળીનો પાક તૈયાર થવા આવ્યો છે તેમાંય ખાસ કરીને જે ખેડૂતો પાસે સિંચાઇની સગવડ ઉપલબ્ધ હતી તેવા ખેડૂતોએ આગોતરી મગફ્ળીના પાકનું વાવેતર કરેલ છે તે મગફ્ળીના પાકને સો દિવસનો સમય થઈ ગયો જેથી મગફ્ળીનો પાક તૈયાર થઈ ગયો છે તેવા ખેડૂતો દ્વારા મગફ્ળીના પાકને જમીનમાંથી ઉખડવાનું શરૂ કરાયું હોવાનું જાણવા મળેલ છે ગયા વર્ષે પાછોતરો વરસાદ વધુ પ્રમાણમાં વરસી પડતા મગફ્ળીના પાકને ભારે નુકશાન થયું હતું ત્યારે ચાલુ સાલે વરસાદે વિરામ લીધા બાદ હાલમાં છેલ્લા બે દિવસથી સવારના સમયે આકાશમાં વાદળો ઘેરાઇ જતા પુનઃ વરસાદ તો નહીં વરસી પડે ને તેવી ચિંતા પણ ખેડૂતોને સતાવી રહી છે આમ ખરીફ્ મગફ્ળીનો પાક લેવાની શરૂઆત થઈ જતાં ખેત સીમાડાઓ ધમધમવા લાગ્યા હોવાનું જાણવા મળેલ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો