અરવલ્લી જીલ્લાના શામળાજી પોલીસ મથક તેમજ અમદાવાદના નરોડા અને સરદારનગર પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા પ્રોહિબિશનના 4 ગુનાઓમાં છેલ્લા ચારેક માસથી નાસતા ફરતા આરોપીને અરવલ્લી જિલ્લા પોલીસની ટીમે મોડાસા સહયોગ ચોકડી પાસેથી ઝડપી પાડયો હતો.
અરવલ્લી જિલ્લા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાનમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે શામળાજી અને અમદાવાદના નરોડા તેમજ સરદારનગર પોલીસ મથક વિસ્તારના પ્રોહિબિશન અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળના ગુનાઓમાં વોન્ટેડ આરોપી હારૂન જબ્બાર જમાલ શેખ (ઉં.વ.38, રહે. પંડિતની ચાલીની બાજુમાં, નરોડા પાટીયા નુરાની મસ્જીદ પાછળ, અમદાવાદ)ને મોડાસા સહયોગ ચોકડી પાસેથી રાઉન્ડ અપ કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી વિરૂદ્ધ અગાઉ પણ નરોડા પોલીસ મથકમાં પ્રોહિબિશન અને મારામારીના તેમજ કાયદાના ભંગના ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આરોપીની અટકાયત કરી શામળાજી પોલીસ મથક ખાતે નોંધાયેલા ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ અમદાવાદ જિલ્લાના સંલગ્ન પોલીસ મથકોને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.
