અરવલ્લી જિલ્લા ગ્રામ્યમાં છેલ્લાં કેટલાક દિવસોથી વહેલી સવારે વાદળો અને બપોર બાદ તાપની વચ્ચે વરસાદની અવઢવ વચ્ચે પિયતની વ્યવસ્થાવાળા ખેડૂતો દ્વારા મગફ્ળી અને કપાસના પાકના વાવેતરનો પ્રારંભ શરૂ કર્યો હોવાનું જાણવા મળેલ છે.


ખેડૂત વર્ગમાંથી વધુમાં મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં ખેડૂતો દ્વારા ખેતરોના ખેડાણ કરીને વાવણી લાયક બનાવ્યા બાદ હાલમાં વહેલી સવારે આકાશ વાદળોથી ઘેરાયેલું જોવા મળે છે. જે બપોર બાદ વાદળો વિખેરાઈ જતાં તડકા સાથે ગરમી અને બફરાનો એહસાસ થઈ રહ્યો છે. નજીકમાં અઠવાડિયા સુધી સમગ્ર વિસ્તારમાં વાવણીલાયક વરસાદ વરસવાની અવઢવ વચ્ચે જે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો પાસે પૂરતા પિયતની વ્યવસ્થા ઉપલબ્ધ છે. તેવા ખેડૂતો દ્વારા કપાસ તેમજ મગફ્ળીના પાકનું વાવેતરનો પ્રારંભ કરીને ટપક પિયત પધ્ધતિ તેમજ ફુવારા પધ્ધતિનો તો વળી કેટલાક ખેડૂતો દ્વારા ઓરવણ એટલે કે સૂકી ધરતીને પાળા બાંધી પિયત આપી વરાપ આવ્યે ખેડાણ કરીને વાવણી કરી પાકને ઉગાડવાની મથામણ કરવા લાગ્યા હોવાનું જાણવા મળેલ છે. વળી ચોમાસુ સામાન્ય રીતે વીસ જૂનથી ત્રીસ જૂન વચ્ચેના સમયગાળામાં વાવણીલાયક વરસાદ વરસવાની સંભાવનાની જાણકારો અનુમાન લગાવી રહ્યા છે તો વળી તા.15મી જૂનથી બે ત્રણ દિવસમાં ક્યાંક હળવો છૂટો છવાયો વરસાદ વરસવાનું પણ કેટલાક જાણકારો અનુમાન લગાવી રહ્યા છે ત્યારે હાલમાં અરવલ્લી જિલ્લાના પિયત વ્યવસ્થાવાળા ગ્રામ્ય વિસ્તારોમાં વાવણીના પ્રારંભ વચ્ચે ખેત સીમાડાઓ ધમધમવા લાગ્યા હોવાનું જાણવા મળેલ છે.

 ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: