અરવલ્લી જિલ્લાના સાઠંબાના ગાબટ પંથકમાં આવેલી વાત્રક ડાબા કાંઠાની કેનાલમાં સિંચાઈ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. કેનાલ ખામીયુક્ત હોવાને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
વાત્રક કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, સાઠંબાના ગાબટ પંથકમાં આવેલી વાત્રક કેનાલમાં દરવાજો (ગેટ) ન હોવાથી કેનાલનું પાણી સીધું ખેતરોમાં વહેવા લાગ્યું હતું. કેનાલનું પાણી મોટી માત્રામાં ખેતરોમાં ફરી વળતાં આશરે 10 વીઘા જમીનમાં કરેલું ઘઉંનું વાવેતર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે.










