અરવલ્લી જિલ્લામાં સાયબર ક્રાઈમ વિરુદ્ધ હાથ ધરાયેલા ઓપરેશન 'મ્યુલ હંટ'માં એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઇમે 40થી વધુ બેંક ખાતાઓનો ઉપયોગ કરીને ₹9.50 લાખનો ફ્રોડ આચરનારા ચાર આરોપીઓની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી લેવાયેલા ચાર આરોપીઓનું મોડસ ઓપરેન્ડી (કાર્ય કરવાની પદ્ધતિ) ચોંકાવનારી છે.
બેંક ખાતાઓ ભાડે લેવાનું કૌભાંડ
આરોપીઓ દ્વારા સામાન્ય લોકોના, ખાસ કરીને વિદ્યાર્થીઓના બેંક ખાતાઓને ટાર્ગેટ કરવામાં આવતા હતા અને તેમને 'મ્યુલ' ખાતાઓ તરીકે ઉપયોગમાં લેવાતા હતા. આ બેંક એકાઉન્ટ્સ ₹2,000 થી લઈને ₹40,000 સુધીની રકમ આપીને ભાડે મેળવવામાં આવતા હતા.આરોપીઓ અરવલ્લી ઉપરાંત અમદાવાદ અને ભાવનગર સુધીના લોકોને આ બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા.










