અરવલ્લી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે એક એવા રીઢા ચોરને ઝડપી પાડ્યો છે, જે હત્યાના ગંભીર ગુનામાં સજા ભોગવીને છૂટ્યા બાદ ચોરીની પ્રવૃત્તિમાં સક્રિય બન્યો હતો.અરવલ્લી SOGને બાતમી મળી હતી, જેના આધારે તેમણે આ રીઢા ચોરને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલો આરોપી ભૂતકાળમાં ડોક્ટરના મર્ડર કેસમાં સજા કાપી ચૂક્યો છે. જેલમાંથી છૂટ્યા બાદ તે ફરી એકવાર ગુનાખોરીના રવાડે ચડ્યો અને અનેક શહેરોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતો હતો.
સજા ભોગવ્યા બાદ બન્યો ચોર
આ રીઢા ચોરે મોડાસા સહિત રાજ્યના અનેક શહેરોમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. તેની પાસેથી ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.એસઓજી દ્વારા પકડાયેલા ચોરની કારની તલાશી લેવામાં આવતા, તેમાંથી ચોરી માટે વપરાતા સળિયા અને ધાતુની પીળી ચાર બંગડીઓ મળી આવી હતી. આ વસ્તુઓ દર્શાવે છે કે આરોપી વ્યવસ્થિત રીતે ચોરીની ઘટનાઓને અંજામ આપતો હતો.










