અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના આકરુંદ ગામમાં તસ્કરોએ કાયદાનો ડર મૂકીને એક આલીશાન મકાનને નિશાન બનાવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. રાત્રિના અંધકારનો લાભ લઈ તસ્કરોએ લાખોની મતા પર હાથ સાફ કર્યો છે.


બે માળના મકાનમાં ખાતર પડ્યું

આકરુંદ ગામમાં આવેલા એક બે માળના મકાનમાં ગત રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા. મકાનમાલિક અને પરિવારના સભ્યો ઊંઘમાં હતા ત્યારે તસ્કરોએ અત્યંત ચાલાકીથી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઘરની તિજોરીના લોક તોડી નાખ્યા હતા અને અંદર રહેલી કિંમતી ચીજવસ્તુઓની લૂંટ ચલાવી હતી.

4.50 લાખની મતાની ચોરી

પ્રાપ્ત વિગતો અનુસાર, તસ્કરો તિજોરીમાંથી સોનાની ચેઈન, સોનાની બુટ્ટીઓ અને અન્ય સોના-ચાંદીના કિંમતી દાગીના ચોરી ગયા છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ ચોરી થયેલા દાગીનાની કુલ કિંમત અંદાજે ₹4.50 લાખ જેટલી થાય છે. સવારે જ્યારે પરિવાર જાગ્યો ત્યારે ઘરમાં વેરવિખેર સામાન અને તૂટેલી તિજોરી જોઈને તેમના હોશ ઉડી ગયા હતા.

તસ્કરો CCTVમાં કેદ

ચોરીની આ સમગ્ર ઘટના મકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં તસ્કરોની હિલચાલ અને ચોરી કરવાની પદ્ધતિ સ્પષ્ટ દેખાય છે. આ વીડિયો હવે પોલીસ માટે મહત્વનો પુરાવો સાબિત થઈ શકે તેમ છે.ઘટનાની જાણ થતા જ ધનસુરા પોલીસની ટીમ આકરુંદ ગામે પહોંચી હતી. પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

આ પણ વાંચો:  Gir Somnath: વેલણના સમૂહ લગ્નમાં પરષોત્તમ સોલંકીનો હુંકાર - મારે અહીં ક્યાં મત જોઈએ છે, મારે તો સમાજ વ્હાલો છે

  • Follow us on: