અમદાવાદથી રાજસ્થાન તરફ જવા માટે અસારવા સ્ટેશનથી ટ્રેન ઉપડે છે. બીજી તરફ આ રૂટ પર તાજેતરમાં જ વંદેભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. ત્યારે અરવલ્લી જિલ્લાને મોટી પરિવહન સુવિધા મળી છે. સાંસદ શોભનાબેન બારૈયાએ રેલવે મંત્રીને રજૂઆત કરી હતી કે, યાત્રાધામ શામળાજીને વંદેભારત ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવે. જે રજૂઆતને ધ્યાને લઈને રેલવે મંત્રી દ્વારા શામળાજી સ્ટેશન પર વંદેભારત ટ્રેનને સ્ટોપેજ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


સાંસદ શોભનાબેને કરી હતી રેલમંત્રીને રજૂઆત

ઉત્તર ગુજરાતમાં પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીના ભક્તો માટે રેલવે મંત્રીએ મહત્વનો નિર્ણય કર્યો છે. સાંસદ શોભનાબેન બારૈયાની રજૂઆતને ધ્યાને લઈને રેલવે મંત્રીએ શામળાજી સ્ટેશન પર વંદેભારત ટ્રેનને સ્ટોપેજ ફાળવાયું છે. ઉદયપુર અસારવા વંદેભારત ટ્રેન હવે શામળાજી રોડ સ્ટેશન પર સ્ટોપ કરશે. સાંસદ શોભનાબેન બારૈયાએ કરેલી રજૂઆતને પરિણામે આ સ્ટોપેજ અપાયું છે. રાજસ્થાન સહિતના શામળાજીના ભક્તોને મોટી સુવિધા પ્રાપ્ત થશે. 

આ પણ વાંચોઃ Surat News: મનપાએ રસ્તો બનાવ્યો પણ ઢાંકણું ન લગાવ્યું, વાહન ચાલકોને અકસ્માતનો ભય


  • Follow us on: