અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે રાહતનાં સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના મુખ્ય જળસ્ત્રોત પૈકીના એક એવા વૈડી ડેમમાંથી ખેડૂતોના રવિ પાકને સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે, જેને કારણે સમગ્ર પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.


અરવલ્લીમાં વૈડી ડેમમાંથી છોડાયું પાણી 

લાંબા સમયથી પાણીની રાહ જોઈ રહેલા ખેડૂતોની માગણીને ધ્યાનમાં રાખીને સિંચાઈ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમ તબક્કાની શરૂઆતમાં વૈડી ડેમમાંથી 7 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી ડાબી કેનાલ (લેફ્ટ કેનાલ) મારફતે ખેતરો સુધી પહોંચાડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા હવે ખેતરોને પિયત માટે પૂરતું પાણી મળી રહેશે, જેનાથી શિયાળુ એટલે કે રવિ પાકોને મોટી રાહત મળશે અને પાકનું ઉત્પાદન સારું થવાની આશા છે.

રવિ પાકોને મળશે સિંચાઈની મોટી રાહત

વૈડી ડેમમાંથી પાણી મળવાના કારણે ઘઉં, ચણા અને અન્ય રવિ પાકોને સમયસર પિયત આપી શકાશે, જેનાથી પાકને નુકસાન થતું અટકશે અને ખેડૂતોની મહેનત સફળ થશે. સિંચાઈ માટે પાણી છોડવાના આ નિર્ણયને ખેડૂત સમાજ દ્વારા આવકારવામાં આવ્યો છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: