અમરેલી જિલ્લાના બગસરામાં દિવસ દરમિયાન 2 સિંહ જોવા મળ્યા છે. બગસરાના જેતપુર રોડ ઉપર સિંહોની હાજરીના કારણે સ્થાનિક લોકોમાં ભય જોવા મળી રહ્યો છે
બંને સિંહો જંગલ છોડીને રેવન્યુ વિસ્તારમાં આવ્યા
આ બંને સિંહો જંગલ છોડીને રેવન્યુ વિસ્તારમાં આવ્યા છે, જે વિસ્તારમાં હુડકો કોલોની અને આંગણવાડી પણ આવેલા છે. સ્થાનિકો ભયભીત થયાં છે, ખાસ કરીને શિયાળુ વાવેતર ચાલતા હોવાને કારણે ખેતરોમાં મજૂરો અને ખેડૂતોએ જોખમ અનુભવું પડ્યું છે.













