બગસરામાં ઘુડેસિયા જવાના માર્ગ પર આવેલી હર્ષદભાઈ વિઠ્ઠલભાઈ હિરાણીના તબેલામાં શોર્ટ સર્કિટને કારણે અચાનક જ આગ ફટી નીકળી હતી. થોડીવારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પતરાના શેડમાં રાખેલો રૂપિયા દસ લાખનો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ બગસરા, અમરેલી ફાયર વિભાગે આગને કાબુમાં લીધી હતી. 300 જેટલા પશુઓનો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો