બાલાસિનોર : બાલાસિનોર તાલુકાના સલિયાવાડી ગામના એક મકાનમાંથી પોલીસે વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહીસાગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે સલિયાવાડી ખાતે આવેલા એક મકાનમાં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બીયરના ટીન 1614 નંગ જેની અંદાજિત કિંમત રૂપિયા 4,61,248/- સાથે દિપસિંહ ભીખાભાઈ ઠાકોર ઉર્ફે લાલો રહે. સલિયાવાડી, તા. બાલાસિનોરને ઘટનાસ્થળેથી મુદ્દામાલ સાથે અટકાયત કરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય શખ્સો અને દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો તે અંગે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો