બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં હાલમાં જોવા મળી રહેલા રોગચાળાની પરિસ્થિતિને ધ્યાને રાખી રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ દ્વારા ખાસ કમિટીની રચના કરવામાં આવી છે.


જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રચાયેલી આ કમિટી દ્વારા ગત તા. 24/12/2025ના રોજ એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ રોગચાળાને નિયંત્રિત કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં હયાત જૂની અને વારંવાર લીકેજ થતી પાણીની પાઈપલાઈન તેમજ ગટરલાઈનોને તાત્કાલિક ધોરણે બદલવાનો છે.

બાલાસિનોરના વિજય ટોકીઝ વિસ્તારમાં કમળાના 36 કેસો અને ટીમ્બા મહોલ્લામાં 22 કેસો નોંધાયા છે. રોગચાળાની ગંભીરતાને ધ્યાને લેતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત વિજય ટોકીઝ વિસ્તારના 280 મકાનો અને ટીમ્બા મહોલ્લાના 70 મકાનોનો સઘન સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. સર્વે દરમિયાન પ્રદૂષિત પાણીની સમસ્યા નિવારવા માટે જર્જરિત લાઈનો બદલવા પર ભાર મૂકવામાં આવ્યો છે. હાલમાં આ અસરગ્રસ્ત વિસ્તારોમાં આશરે 600 મીટર જેટલી જૂની પાઈપલાઈન બદલવાનું કામ પ્રગતિ હેઠળ છે. તંત્ર દ્વારા આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા માટે તમામસંસાધનો કામે લગાડવામાં આવ્યા છે જેથી સ્થાનિક રહીશોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવી શકાય અને રોગચાળાના ફેલાવાને અટકાવી શકાય. કમિટી દ્વારા પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને જરૂર જણાયે વધુ પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: