સ્થાનિક ખેડૂતો અને રહીશોનો આક્ષેપ છે કે, જમિયતપુરા ખાતે આવેલી ડમ્પિંગ સાઇટમાં કેમિકલ યુક્ત વેસ્ટ ઠાલવવામાં આવે છે, જેના કારણે સ્થાનિક પર્યાવરણ અને ખેતીને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ ડમ્પિંગ સાઇટને કાયમી ધોરણે તાળાબંધી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ અગાઉ જિલ્લા કલેક્ટર અને બાલાસિનોર પ્રાંત અધિકારીને અલ્ટિમેટમ આપ્યું હતું. આજે આ માંગણી સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. દરમિયાન ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ કાફ્લો ખડકી દેવાયો હતો. તેમજ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, સ્થાનિક PI,PSI અને મહિલાપોલીસ સહિત 100થી વધુ પોલીસ જવાનો ખડકી દેવાયા હતાં. હાઈવેની જગ્યાએ બાલાસિનોરના આંતરિક માર્ગ પર 100થી વધુ લોકોનું ટોળું એકઠું કરી રસ્તો રોકવાનો પ્રયાસ કરી હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો