બનાસકાંઠામાં દાતા ખાતે આવેલ સુપ્રિસદ્ધ અંબાજી મંદિરમાં ફરી એક વખત ભક્તે સોનાનું દાન કર્યું. અંબાજીમાં અમદાવાદના માઇભકતે સોનાનું દાન કરી મા અંબેના આર્શીવાદ લીધા. માઈભક્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકના ટેમ્પલ ઇન્સ્પેક્ટર કાર્યાલય ખાતે 500 ગ્રામ સોનાની લગડીનું દાન કર્યું. માઈભક્તે જય અંબે..બોલ મારી અંબે..ના નાદ સાથે માતાજીના ચરણોમાં શીશ નમાવ્યું.


અંબાજીમાં અમદાવાદના માઈભક્તનું 500 ગ્રામની 5 લગડીનું દાન

ફક્ત ભારત જ નહીં દુનિયાભરમાં દાતાનું અંબાજી મંદિર પ્રખ્યાત છે. અંબાજીમાં પૂનમના દિવસ ઉપરાંત શુભ તિથિ પર દર્શન કરવાનું મહત્વ છે. દુનિયાભરમાં લોકો  દૂર દૂરથી મા અંબાના દર્શન કરવા અંહી આવે છે. હાલમાં અમદાવાદના એક માઈભક્તની મા અંબા પ્રત્યેની આસ્થા દેખાઈ. અમદાવાદના માઈ ભક્તે અંબાજીમાં 500 ગ્રામની 5 લગડીનું દાન કર્યું. 500 ગ્રામની 5 લગડી કે જેની અંદાજિત બજાર કિંમત 72 લાખ હોવાનું મનાય છે. અમદાવાદના આ માઈ ભક્ત દ્વારા માતાજીને સોનાની 5 લગણી અર્પણ કરવામાં આવી.

અંબાજી મંદિર, ભક્તોની આસ્થાનું પ્રતિક

અંબાજી મંદિર ફકત એક ધામિક સ્થાન નહીં પરંતુ ભક્તોની આસ્થાનું પ્રતિક છે. લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા મંદિરની મુલાકાત લે છે. અગાઉ પણ અંબાજીમાં શ્રદ્ધાળુઓ દ્વારા સોના અને ચાંદીનું મોટું દાન કરવામાં આવ્યું છે. હાલમાં એક ભક્તે અંબાજીમાં ગુપ્ત દાન કર્યું હતું. રાજકોટના આ ભક્તે મા અંબાને સોનાનો હાર અર્પિત કર્યો હતો. તાજેતરમાં અમદાવાદના આ ભક્ત દ્વારા કરાયેલા દાનથી ફરી એકવાર સાબિત થયું છે કે ભક્તોમાં અંબાજી પ્રત્યે અતૂટ આસ્થા છે. અગાઉ પણ અમદાવાદના જ અનેક વેપારીઓ અને પરિવારોએ કિલોગ્રામમાં સોનાનું દાન આપેલું છે.

અંબાજી મંદિરના શિખરને સોને મઢવાની કામગીરી

જણાવી દઈએ કે અંબાજી મંદિરના શિખરને સુવર્ણમય બનાવવાની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે.અત્યાર સુધીમાં અનેક કિલો સોનું શિખર પર મઢવામાં આવ્યું છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશ-વિદેશના ભક્તો આ ભગીરથ કાર્યમાં સોનાનું દાન આપી રહ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા દાનમાં મળેલા સોનાનો ઉપયોગ શિખરના કળશ અને તેની આસપાસના ભાગોને સોનાથી મઢવા માટે કરવામાં આવે છે.

  • Follow us on: