જિલ્લાના પાંથાવાડા વિસ્તારમાં પારિવારિક વિવાદમાં હિંસા ભભૂકી ઉઠી છે. સામાન્ય રીતે સાસરીમાં પજવણીની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ અહીં પતિ અને તેના પરિવારે પત્નીના પિયરમાં જઈને હિંસક હુમલો કરતા ચકચાર મચી ગઈ છે.
પાંથાવાડામાં પારિવારિક ઝઘડો હિંસક બન્યો
મળતી માહિતી મુજબ, પાંથાવાડામાં રહેતી એક મહિલા કૌટુંબિક અણબનાવને કારણે છેલ્લા કેટલાક સમયથી પોતાના પિયરમાં રહેતી હતી. આ બાબતની અદાવત રાખી તેનો પતિ, દિયર અને અન્ય સાસરિયાઓ પત્નીના પિયર પહોંચ્યા હતા. ત્યાં જઈને તેમણે પત્ની અને તેના પરિવારજનો સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી, જે જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી.










