દિયોદર તાલુકાના લુદરા પાસે શનિવારે વહેલી સવારે દૂધના ટેન્કર અને આઇશર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં દૂધના ટેન્કરમાં સવાર ડ્રાઈવર ને ગંભીર ઇજાઓ થતા મોત નિપજ્યું હતું જેને લઈ ચકચાર મચી જવા પામી હતી. જાણવા મળતી વિગત અનુસાર દિયોદર તાલુકાના લુદરા પાસે શનિવારે વહેલી સવારે ભાભર તરફ્ થી આવતું દૂધ ના ટેન્કર અને દિયોદર થી ભાભર તરફ્ જતું આઇશર ટ્રક વચ્ચે લુદરા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં દૂધના ટેન્કર ના ડ્રાઈવર લાખાભાઇ વિહાભાઈ રબારી રહે સુરાણા તા દિયોદર વાળા ને ગંભીર ઇજાઓ થતા મોત નિપજયું હતું બનાવ ની જાણ 108 એમ્બ્યુલ્સ ને કરતા બનાવ સ્થળે પહોંચી દૂધ ના ટેન્કર માંથી મૃતક ને ગંભીર હાલતમાં બહાર નીકળવામાં આવ્યો હતો જેમાં દિયોદર સારવાર અર્થ લઈ આવતા અધવચ્ચે મોત નિપજ્યું હતું જો કે સમગ્ર બનાવ ને લઈ દિયોદર પોલીસે અકસ્માત નો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Narmada: નાળું તો બનાવ્યું પણ રસ્તો ના બનાવતા ગ્રામજનોને હાલાકી









