ધાનેરા : પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, ધાનેરા સેવાકેન્દ્ર દ્વારા દેશને વ્યસનમુક્ત, સ્વસ્થ અને વિકસિત બનાવવાના ઉમદા હેતુથી 10 કરોડ નશા મુક્ત પ્રતિજ્ઞા મહાઅભિયાન અંતર્ગત એક ભવ્ય લોન્ચિંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જનભાગીદારી દ્વારા રાષ્ટ્ર નિર્માણના આ મહત્ત્વાકાંક્ષી રાષ્ટ્રીય અભિયાનને બ્રહ્માકુમારીઝના ભૂતપૂર્વ મુખ્ય પ્રશાસિકા, પૂજનીય રાજયોગિની દાદી પ્રકાશમણિજીની 19મી પુણ્યતિથિ નિમિત્તે તેમને સમર્પિત કરવામાં આવ્યું છે. બ્રહ્માકુમાર લલીતભાઈએ અભિયાનની રૂપરેખા અને ઉદ્દેશ્ય અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત દેશના 10 કરોડ નાગરિકોને નશા મુક્તિની પ્રતિજ્ઞા કરાવીને તેમને મૂલ્યઆધારિત અને સ્વસ્થ જીવનશૈલી તરફ્ પ્રેરિત કરવાનો એક ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બ્રહ્માકુમારી સોનુ દીદીએ હોલમાં ઉપસ્થિત તમામ નગરજનોને નશા મુક્તિની ભાવપૂર્વક પ્રતિજ્ઞા લેવડાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો