કાંકરેજના ચેખલા ખાતે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની તાલુકાકક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ જોવા માટે બાઇકપર યુવાન સાથે ગાડી સાથેની ટક્કરમાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પાછળ બેઠેલો બાળક ગાડીના ટાયર નીચે આવી જતાં મોતને ભેટયો હતો. જ્યારે બાઇક સવાર યુવાન ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવ બાદ ગામના રહીશોએ આક્રોશ સાથે જણાવ્યું હતુકે નેશનલ હાઇવે ની કામગીરી દરમિયાન દસ હજારની વસ્તી ધરાવતા ચેખલા ગામ પાસે સર્વિસ રોડ સાથે નાળુ બનાવેલ ન હોવાથી છેલ્લા પાંચ વર્ષમાં વીસથી વધુ અકસ્માતના બનાવો બનવા પામ્યા છે. રોડ પર અકસ્માતમાં બાળકના અવસાનના સમાચાર મળતાં આસપાસના વિસ્તારમાં ગમગીની સાથે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો