ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે, યુવા લેખક મિથિલેશ ખાંડવાલાના 'બંસી - ધ મેલોડી ઑફ્ ઇટર્નલ નોલેજ' પુસ્તકની રોયલ્ટી દ્વારા સમાજલક્ષી શિક્ષણ અભિયાનને નવી દિશા આપવામાં આવી. મિથિલેશ ખાંડવાલા દ્વારા રચાયેલ 'બંસી' પુસ્તક માત્ર આધ્યાત્મિક અને જીવનમૂલ્યોનો ગ્રંથ જ નહીં, પરંતુ સમાજસેવાનું એક સશક્ત માધ્યમ પણ બની રહ્યું છે. સરહદી ગામો બનાસકાંઠા જિલ્લાના જાખોત્રા, કૃષ્ણનગર, વૌવા અને મધુત્રા ના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે થયેલા એમઓયુના અંતર્ગત વિવિધ વિકાસલક્ષી કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ એમઓયુ અનુસાર 'બંસી' પુસ્તકના વેચાણમાંથી પ્રાપ્ત થતી સંપૂર્ણ રકમનો ઉપયોગ સરહદી વિસ્તારોના શિક્ષણ, ડિજિટલાઇઝેશન અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવી રહ્યો છે. 'બંસી' પુસ્તકના લેખક મિથિલેશ ખાંડવાલા, શ્વેતા ખાંડવાલા, જનક ખાંડવાલા, સિલ્વર ઓક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તેમજ સંબંધિત શાળાઓના પ્રિન્સિપાલો ઉપસ્થિત રહ્યા હતા. ગામોની શાળાઓ માટે કમ્પ્યુટર્સ પ્રીતિબેન મૈયાણી અને નવઘણભાઈના હસ્તે સ્વીકારવામાં આવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો