ધાનેરા : ઉત્તર અમેરિકામાં વસતા આંજણા સમાજને એકતા, સેવા અને સંસ્કૃતિના મૂલ્યોથી જોડતી અગ્રણી સંસ્થા અખિલ આંજણા એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા (AAANA) એ પોતાના સામાજિક વિઝનને વૈશ્વિક સ્તરે વિસ્તૃત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. વિશ્વના ખૂણે-ખૂણે વસેલા આંજણા સમાજના પરિવારો અને નવી યુવા પેઢી પોતાના મૂળિયાં અને સંસ્કૃતિ સાથે સતત જોડાયેલી રહે તે હેતુથી સંસ્થા દ્વારા સંપૂર્ણપણે નિઃશુલ્ક ડિજિટલ પ્લેટફોર્મ AnjanaConnect સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યું છે.
