લાખણી બજાર વચ્ચેથી પસાર થતા હાઈવે રોડની હલકી ગુણવત્તાવાળી કામગીરી અંગે મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા કથિત રીતે ગેરરીતિ છુપાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવાના આક્ષેપો ઉઠયા છે. ગટર લાઇનની નબળી કામગીરી ઉપર સિમેન્ટ લગાવી ખામીઓ ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


આ ઉપરાંત, ગટર લાઇનનું કામ પૂર્ણ થયા બાદ જરૂરી પાણીનો છંટકાવ કર્યા વગર જ બીજા દિવસે તેના ઉપર માટી નાખી દેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે જેના કારણે કામગીરીની ગુણવત્તા અંગે વધુ પ્રશ્નો ઊભા થયા છે.

સ્થાનિક લોકોમાં એવી પણ રાવ ઉઠી છે કે કેટલાક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની કથિત મિલીભગતના કારણે નબળી કામગીરી થઈ રહી છે.જવાબદાર તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવાના બદલે ખામીઓ છુપાવવામાં સહયોગ આપવામાં આવી રહ્યો છે. જો આ મામલે થયેલા આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરવામાં નહીં તો તેની રાજકીય અસર પણ જોવા મળી શકે છે. સ્થાનિક સ્તરે માનવામાં આવે છે કે આવા મુદ્દાઓના કારણે આવનારા સમયમાં શાસક પક્ષ ભાજપને રાજકીય નુકસાન ભોગવવું પડી શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: