ઓગડ તાલુકાના તાણા ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત બાદ હોદ્દા પરથી દૂર કરાયેલા સરપંચ દ્વારા બેંક ચેકોમાં સહી કરી વિકાસ ગ્રાન્ટમાંથી નાણા ઉપાડવામાં આવ્યા હોવાના કથિત આક્ષેપો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે. ગામના નાગરિકો દ્વારા સમગ્ર મામલે ગ્રામ પંચાયતના વહીવટી અને નાણાકીય રેકોર્ડની તપાસ કરવાની માંગ ઉઠી રહી છે.


મળતી માહિતી મુજબ તાણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દશરથલાલ ઈશ્વરલાલ ઠક્કર સરપંચ તરીકે ચૂંટાયા બાદ પંચાયતનો વહીવટ સંભાળ્યો હતો. પરંતુ સમય જતાં પંચાયતના વિકાસકાર્યો અંગે સભ્યોમાં અસંતોષ ઉભો થતા ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને અવિશ્વાસની દરખાસ્ત મોકલવામાં આવી હતી.

તારીખ 04-04-2025ના રોજ તાણા ગ્રામ પંચાયતના કુલ 13 સભ્યોમાંથી 10 સભ્યોએ સરપંચ દશરથલાલ ઠક્કર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી તેમને સરપંચ પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી ઓગડ દ્વારા આ અંગે તાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને જાણ કરવામાં આવી હતી.

આ પછી 18-11-2025ના રોજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાણા ગ્રામ પંચાયતનો ચાર્જ ઉપસરપંચ અભુજી જવાનજી ઠાકોરને સોંપવામાં આવ્યો હતો. તેમ છતાં સરપંચ પદ પરથી દૂર થયા હોવા છતાં પંચાયત ધારા કલમ 56(3) મુજબ અધિકાર ન હોવા છતાં અલગ અલગ તારીખે બેંકમાં ચેક રજૂ કરી સહી કરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અવિશ્વાસ બાદ પણ વિવિધ તારીખે ચેક દ્વારા રકમ ઉપાડવામાં આવી હોવાનો દાવો કરવામાં આવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: