ધાનેરા : બનાસકાંઠાના ધાનેરામાં કાળઝાળ ગરમી અને નર્મદા કેનાલના રિપેરિંગને કારણે સર્જાયેલી જળ કટોકટી વચ્ચે માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. એકતરફ્ શહેરીજનો પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે અબોલ પશુઓની વહારે સુરેશ ગલચર અને તેમની યુવા ટીમ આવી છે. આ સેવાભાવી યુવાનોએ શહેરના ગંદકીથી ભરાયેલા પશુઓના હવાડાઓને સ્વચ્છ કરી તેમાં શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરી છે.તરસથી વ્યાકુળ ગાયો અને અન્ય પશુઓ માટે આ ટીમ ક્કદેવદૂતક્ર સાબિત થઈ છે. શ્સેવા એ જ પરમો ધર્મશ્ના સૂત્રને સાર્થક કરતી આ કામગીરીની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે. મુસીબતના સમયે માત્ર ફ્રિયાદ કરવાને બદલે મદદનો હાથ લંબાવી આ યુવાનોએ જનભાગીદારીની નવી રાહ ચીંધી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો