ભાભર : ભાભર જૂના પે. કે. શાળામાં સમોર માતાજી ટ્રસ્ટ, કાકર દ્વારા શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હનું. આ કાર્યમાં શેઠ સેવંતીલાલ હરગોવિંદદાસ મુજપુરા અને નિવૃત્ત શિક્ષક યોગેશ એ.રાવલનો ખૂબ સહયોગ મળ્યો હતો. ભાભર જૂનાની સાથે ભાભર શહેરમાં આવેલ તમામ શાળાઓમાં ભણતા બાળકોને આ ટ્રસ્ટ દ્વારા ચોપડા આપવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય પ્રભુ કે.રામી તથા સ્ટાફ્ગણ અને ગ્રામજનોએ આ ભગીરથ કાર્યમાં સેવા આપી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો