ભાભર ખાતે સ્વ. પ્રકાશસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ અને અનિલભાઈ સોમાલાલ ઠક્કરની યાદમાં ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક ટીમોને ભાગ લીધો છે ક્રિકેટ મેચનો શુભારંભ રાજ્ય સરકારના મંત્રી અને સંસદસભ્ય હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યો હતો અને ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરે બોલીંગ અને સંસદ સભ્ય ગેનીબેન ઠાકોરે બેટીંગ કરી મેચની શરૂઆત કરવામાં આવતા ક્રિકેટ ટીમના ખેલાડીઓમાં ઉત્સાહ વધ્યો હતો. મેચનું આયોજન રોહિતસિંહ રાઠોડ અને હિતેશ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભાભર શહેર ભાજપ પ્રમુખ પ્રવિણસિંહ રાઠોડ, પાલિકા પ્રમુખ અમરત માળી, ભાભર પાલિકા પુર્વ પ્રમુખ હરિ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો