વાવ તાલુકાના ભાચલી ગામના લોકોએ ગામમાં તેમજ પ્લોટ વિસ્તારમાં ભરાયેલ વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર વાવ મામલતદારને પાઠવ્યું હતું. વાવના ભાચલી ગામે દર ચોમાસે વરસાદ આવે ત્યારે ગામમાં તેમજ પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જાય છે જેને લઇ ગામલોકો ઘરની બહાર જઈ શકતા નથી આ વરસાદી પાણીનો કોઈ નિકાલ થતો નથી આ ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરી આપવા માગ કરી હતી તેમજ વધુમાં જણાવ્યું હતું કે કુણાસરી તળાવનું નાકૂ બંધ કરવાથી ભાચલી થી ચાંદરવા જવાનો રસ્તો સદંતર બંધ થયેલ જેથી ખેતરોમાં રહેતા ખેડૂતોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે વરનાળી તથા કુણાસરી તળાવનું નાકું ખોલવામાં આવે તો પાણીનો નિકાલ થઈ શકે તેમ છે.
