પાલનપુર : માધવ યુનિવર્સિટીના પ્રો-ચેરપર્સન ડો.ભારતી દેસાઈની અધ્યક્ષતામાં વિવિધ ફેકલ્ટીના વિભાગોના વડાઓ અને ફેકલ્ટી સભ્યો સાથે વિગતવાર સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકનો ઉદ્દેશ્ય યુનિવર્સિટીની શૈક્ષણિક અને વહીવટી પ્રવૃત્તિઓની સમીક્ષા કરવાનો અને વિભાગોના કાર્યને વધુ અસરકારક, સંગઠિત અને ગુણવત્તાલક્ષી બનાવવાનો હતો. મીટીંગ દરમ્યાન પ્રો-ચેરપર્સન ડો.ભારતી દેસાઈએ તમામ વિભાગના વડાઓ પાસેથી તેમના વિભાગોના શૈક્ષણિક કાર્યક્રમો, સંશોધન પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓની પ્રગતિ, પ્રવેશ પ્રક્રિયાઓ, નવીનતા, શિસ્ત અને ભવિષ્યની કાર્ય યોજનાઓ વિશે વિગતવાર માહિતી મેળવી. વિભાગવાર કાર્યની સમીક્ષા કરતા, તેમણે ગુણવત્તાયુક્ત શિક્ષણ, સમયસર કાર્ય અમલીકરણ અને વિદ્યાર્થી-કેન્દ્રિત અભિગમો પર વિશેષ ભાર મુક્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો