ના ઉણ ગામ નજીક અજાણ્યા વાહનની ટક્કરે 65 વર્ષીય વૃદ્ધનું મોત નીપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉણ ગામના રહેવાસી શોભાજી શિવાજી લોડાણા (ઉંમર આશરે65 વર્ષ) અજાણ્યા વાહનની અડફેટે આવી જતાં ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્મતની જાણ થતાં ભલગામ ટોલ પ્લાઝાની એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વૃદ્ધને સારવાર અર્થે સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, આ અકસ્માતમાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે થરા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો