કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે પોતાને ઇન્ડિયન આર્મીનો જવાન હોવાનું કહી લોકો સાથે છેતરપિંડી કરનાર એક ઠગને શિહોરી પોલીસે ઝડપી લીધો છે. શિહોરીમાં હેર કટીંગનો વ્યવસાય કરતા કનુભાઈ પરષોત્તમભાઈ નાયી દ્વારા શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ મુજબ આરોપી વિક્રમસિંહ દશરથસિંહ બોડાણા રહે. વાસણા (જગાણા), તા. પાલનપુર પોતે આર્મીમાં નોકરી કરતો હોવાનું કહી નકલી આર્મીનું ઓળખપત્ર બનાવી આર્મીમાં નોકરી અપાવવાની લાલચ આપતો હતો.


આરોપીએ ટુકડે-ટુકડે કુલ રૂ. 2.53 લાખ રોકડ તેમજ સહેદ રામજી વદનજી સોલંકી પાસેથી રૂ. 27 હજાર કિંમતનો મોબાઇલ ફોન મેળવી કુલ રૂ. 2.80 લાખની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. આ અંગે શિહોરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એલ. ઠાકર ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: