દાંતીવાડા ના વાઘરોલ ચિત્રાસણી જતા રોડ પર ચોકડીથી એકાદ કિલોમીટર દૂર બુધવારે સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, ચિત્રાસણી બાજુ થી આવતી ટાટા અલ્ટ્રોજ કાર સામે આવતા પિક અપ ડાલા સાથે ધડાકા ભેર ભટકાયા હતા , જેના કારણે બે વ્યક્તિઓ ગંભીર ઈજાઓને થતા તત્કાલીન સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, બુધવારે સમી સાંજે વાઘરોલ ચોકડીથી ચિત્રાસણી બાજુ જતા પિકઅપ ડાલું GJ-02-VV-7762 ને સામેથી આવતી ટાટા અલ્ટ્રોજ કાર GJ-08-DD-6748 સાથે સામસામે ધડાકાભેર ભટકાઈ હતી.જેના કારણે બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર અર્થે તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતથી કારનો કુરચો વળી ગયો હતો. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક દાંતીવાડા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માતના પગલે આજુબાજુથી લોકો પણ ઘાયલોની બચાવ કામગીરીમાં દોડી આવ્યા હતા.