ભાભરના ચીચોદરા ગામે 400 હેક્ટર જમીન ઉપર પાણી ફરી વળ્યા છે. ખેડૂતોનાં જણાવ્યા મુજબ 4 હજાર કટ્ટા મગફ્ળીના વાવેતર પર પાણી ફરી વળ્યું છે તંત્રની બેદરકારીના કારણે સિસોદરા ગામે વર્ષોથી કાંકરેજ તાલુકાના ગામોમાંથી આવતા વરસાદી પાણીનું વહેણ સિસોદરા થઈને સાતલપુર તાલુકાના ગામોમાં જાય છે. પરંતુ સિસોદરા ગામે પસાર થતો નેશનલ હાઇવે રાધનપુર ભાભર હાઈવે પસાર થાય છે. જ્યાં ચીચોદરા ગામે રોડ ઉપર ગૌચરમાં નાળું આવે છે. જે છેલ્લા 50 વર્ષથી સિંગલ નાળુ હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું કે નાળું એક હોવાથી વધુ પાણી ગાળી શકતું નથી.જેના કારણે પાણી ખેતરોમાં ફરી વળીને પસાર થાય છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો