થરાદ : થરાદ તાલુકા કક્ષાની બહેનોની આંતરશાળા કબડ્ડી સ્પર્ધા તાજેતરમાં યોજાઈ હતી. જેમાં થરાદ તાલુકાની વિવિધ શાળાઓની ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ખાનપુર પ્રાથમિક શાળાની બહેનોની ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરીને ફાઇનલ મુકાબલામાં ખોડા ટીમ સામે વિજય મેળવી ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કર્યો છે. ટીમની આ સફળતા પાછળ ટીમ કોચ તરીકે પારસભાઈ દેસાઈ અને ટીમ મેનેજર તરીકે કાંતિભાઈનો મહત્વનો ફાળો રહ્યો છે. તેમની મહેનત અને માર્ગદર્શનથી જ બહેનોએ આ સિદ્ધિ મેળવી છે. વિજેતા ટીમની કેપ્ટન તરીકે ધોરણ-8ની વિદ્યાર્થીની ચૌધરી કપિલાબેને ભૂમિકા ભજવી હતી.
