વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના કુવાણા ગામે ત્રણ દિવસ અગાઉ બનેલ ચકચારી હત્યા કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો હતો. જેમાં રવિવારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પાંચેય આરોપીને રિંકન્ટ્રક્શન માટે ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા
લાખણી તાલુકાના કુવાણા ગામે ત્રણ દિવસ અગાઉ શામળભાઇ ફેટાભાઈ ભીલ નામના વ્યક્તિની બુકણા ગામના (1) કિરણ સુજાભાઈ ગોહિલ (2) શિવાજી પબાજી ગોહિલ (3) મહેશ રામસિંહભાઇ ગોહિલ સહિત ડ્રાઈવર (4) સુજાભાઈ પબાભાઈ ગોહિલ (5) ભરત જોગાભાઈ ગોહિલ નામના ઈસમોએ જૂની અદાવત રાખી યુવક પર ફયરિંગ કરી છરી, ધારીયાના ઉપરાછાપરી ઘા મારી હત્યા કરી હતી. જે મામલે પોલીસ મથકે હત્યાનો ગુન્હો દાખલ થતા પોલીસે પાંચેય આરોપીને વાવ તાલુકાના બુકણા ગામથી ઝડપી લીધા હતા. જેમાં રવિવારે સવારે દિયોદર પીઆઈ સી. જી. જોષી સહિત પોલીસ સ્ટાફના માણસો દ્વારા પાંચે આરોપીઓને ઘટના સ્થળે રીકન્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં બનાવ સ્થળે હત્યાને અંજામ કઈ રીતે આપ્યો હતો અને હત્યા કરી કઇ તરફ ભાગ્યા હતા. જે બાબતની સ્થળ પર પોલીસે આરોપીઓ પાસેથી ઝીણવટભરી માહિતી મેળવી હતી. પોલીસે રીકન્ટ્રક્શન સમયે પંચોને સાથે રાખી ઘટના અંગેની માહિતી મેળવી હતી.










