બનાસકાંઠામાં દારૂની હેરાફેરી સામે પોલીસે વધુ એક વખત કડક કાર્યવાહી કરી છે. પાલનપુર એલસીબીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાંકરેજ તાલુકાના પાદરડી ગામ નજીક ખસા ત્રણ રસ્તા પાસેથી એક શંકાસ્પદ મારુતિ અલ્ટો કારને અટકાવવામાં આવી હતી.પોલીસની ટીમને જોતાં જ કારનો ચાલક કાર મૂકીને નાસી છૂટયો હતો. ટીમે કારની તલાશી લેતાં અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની કુલ 160 બોટલ મળી આવી હતી. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ. 40,486 જેટલી થાય છે.પોલીસે દારૂ-બીયરના જથ્થા ઉપરાંત રૂ. 70,000ની કિંમતની અલ્ટો કાર, નંબરGJ-06-BL-3151, પણ કબજે લીધી છે. આમ, કુલ રૂ. 1,10,486નો મુદ્દામાલ જપ્ત કરીને શિહોરી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ફરાર થયેલા ચાલકની ઓળખ અને દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તથા ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. છેલ્લા કેટલાક સમયથી કાંકરેજ અને ઓગડ પંથકમાં એલસીબી દ્વારા દારૂ સામે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો